નવી દિલ્હી: કોરોના વાયરસ સામે આખી દુનિયા લડત લડી રહી છે. બ્રિટન અને અમેરિકા બાદ હવે અનેક અન્ય દેશો રસી તરફ ફટાફટ આગળ વધી રહ્યા છે. ભારત પણ આ રેસમાં છે. ગુરુવારે રસીને લઈને એક વધુ સુખદ સમાચાર આવ્યા. અમેરિકાએ ફાઈઝર બાદ હવે મોર્ડના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. એટલે કે જલદી લોકોની પાસે રસી માટે બે વિકલ્પ હશે. જેનાથી કોરોના સામેની લડત તેજ થશે. મોર્ડના રસીની ભારત માટે કેટલી આશા છે અને ફાઈઝરથી તે કેટલી અલગ છે આવો જાણીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Latest Update: દેશમાં કોરોના હાંફી રહ્યો છે!, લેટેસ્ટ આંકડા આપે છે સારા સંકેત


કોણ તૈયાર કરી રહ્યું છે રસી?
અમેરિકી કંપની Modified RNA એટલે કે Moderna એ કંપનીઓમાંથી એક છે જેણે સૌથી પહેલા કોરોના રસી બનાવવાનો દાવો કર્યો હતો. મોર્ડનાએ માર્ચમાં જ પોતાની રસી mRNA-1273 ની પહેલી ટ્રાયલ માટે મંજૂરી માંગી લીધી હતી. ત્યારબાદથી અલગ અલગ સ્તર પર કામ ચાલુ છે. કંપનીએ જુલાઈમાં બીજી ટ્રાયલ શરૂ કરી અને ત્યારબાદ ત્રીજી ટ્રાયલને ખતમ કરીને 30 નવેમ્બરે અમેરિકાના FDA પાસે ઉપયોગની મંજૂરી માંગી. જે હવે મળી ગઈ છે. અમેરિકી મીડિયા નેટવર્ક CNN ના જણાવ્યાં મુજબ આ અગાઉ Moderna ની ઘણી ઓછી પ્રોડક્ટ્સને ઉપયોગ માટે મંજૂરી મળેલી છે. 


સ્વદેશી કોરોના રસી Covaxin ના પહેલા ફેઝની ટ્રાયલ એકદમ સફળ, કોઈ જ સાઈડ ઈફેક્ટ નહીં


ફાઈઝરથી કેટલી અલગ છે રસી?
જો સફળતાના રેટની વાત કરીએ તો ફાઈઝર અને મોર્ડના બંને રસીનો સફળતાનો રેટ 95 ટકાની આસપાસ છે. આવામાં સફળતાની રીતે જોઈએ તો તે એકબીજાને ટક્કર આપે છે. પરંતુ મોર્ડના રસીની ખાસિયત એ છે કે તેને રાખવા માટે કોઈ સ્પેશિયલ કોલ્ડ સ્ટોરેજની જરૂર નથઈ. મોર્ડના રસીને -20 ડિગ્રી તાપમાન સુધી રાખી શકાય છે. આ ઉપરાંત ઘરના ફ્રીઝરમાં પણ સ્ટોર કરી શકાય છે. જ્યારે ફાઈઝર રસી માટે -75 ડિગ્રી સુધીનું તાપમાન જરૂરી છે. 


જો ભાવની વાત કરીએ તો મોર્ડના રસી મોંઘી હોઈ શકે છે. મોર્ડનાનો અમેરિકી રેટ લગભગ 37 ડોલર છે જ્યારે ફાઈઝરનો ડોઝ 19 ડોલર સુધીમાં મળે છે. 


Corona Update: કોરોનાની રસી માટે આ કાર્ડની ખાસ જરૂર પડશે, હાથવગું રાખજો, નહીં તો પસ્તાવવાનો વારો આવશે


ભારતમાં મોર્ડના રસીના કેટલા આસાર?
ભારતમાં હાલ લગભગ આઠ રસીઓની ટ્રાયલ ચાલુ છે. જેમાંથી 3 દેશી રસી છે. જો મોર્ડનાની વાત કરીએ તો હાલ ભારતમાં પ્રોડક્શન માટે કોઈ કંપની સાથે કરાર નથી. એવામાં શક્યતા છે કે કોવેક્સ પ્રોજેક્ટ દ્વારા તેને ભારતમાં લાવી શકાય. જો કે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ ભારત સરકારની એવી કોશિશ છે કે મોર્ડનાનું પ્રોડક્શન અને ટ્રાયલ પણ ભારતમાં જલદી શરૂ થઈ શકે. આ માટે હાલ બાયોટેક સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જે ઝાયડસની રસી ઉપર પણ કામ કરે છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube